- નાગરિકોની ફરજો અને તેઓ પાસે અપેક્ષાઓ.
- આપણી નગરપાલિકાની કોઈપણ પ્રકારની મિલકતને નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહિ કરી તેવી પ્રવૃત્તિ કરનારને રોકવા.
- નગરપાલિકાના ઘરવેરા, પાણીવેરા, ગટરવેરા વિગેરે તમામ કરના નાણા સમયસર ભરી દેવા અને બિનજરૂરી વિલંબ કે લીટીગેશન ન કરવા.
- પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને મુલ્યવાન પાણીનો બગાડ અટકાવવો.
- સ્ટ્રીટ લાઇટની જાળવણી કરવી અને બિનજરૂરી લાઈટો ચાલુ માલુમ પડે તો તાત્કાલિક નગરપાલિકાને (૦૨૬૮) ૨૫૫૦૬૦૬ અથવા (૦૨૬૮) ૨૫૫૧૩૭૬/૭૭ ઉપર જાણ કરવી.
- કાયદેસરના કનેક્શન વગર કે કર ભર્યા વગર કોઈપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટરનો લાભ ન લેવો, તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલિક આપવી અને આવા કનેકશનો કાપી નાખવામાં નગરપાલિકાને સહયોગ આપવો.
- કચરો – કૂડો કે પાણી, એઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તે રસ્તા પર ન નાખતા જે તે નજીકની કચરાપેટીમાં જ નાખવો.
- જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ, સ્વચ્છતા જળવાય તે રીતે કરવો.