ગુજરાત રાજ્ય વ્યવસાયવેરા અધિનિયમ ૧૯૭૬ તથા સુધારા અધિનિયમ ૨૦૦૮
- ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬, તથા ૨૦૦૮ (સુધારા) ની કલમ-૧૭ અન્વયે વ્યવસાય વેરો ન ભરનાર અન્વયે બાકી ભરવાની રકમ અંગે જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવામાં આવશે
- દરેક વેપારીએ વ્યવસાય વેરો ભરવાની મુદત ૧ એપ્રિલ થી ૩૧ સપ્ટેમ્બર સુધીની હોય છે. ત્યારબાદ ૧૮% વ્યાજ તથા પેનલ્ટી સાથે નિયમ અનુસાર વ્યવસાય વેરો ભરવા પાત્ર થાય છે.
- સમયસર મુદત વીત્યા પહેલા વ્યવસાય વેરો ભરી વ્યાજ તથા દંડ ભરવામાંથી મુક્તિ મેળવી શકાય છે.
- દરેક વેપારીએ પોતાના ધંધાના સ્થળે કામ કરતા કર્મચારીઓના પગારમાંથી વ્યવસાય વેરો કપાત કરી નગરપાલિકામાં જમા કરાવવાનો રહે છે. કર્મચારીઓનો વેરો ન ભરવો ગુના પાત્ર બને છે.
- જે પેઢી / દુકાન બંધ થયેથી તેનું બાકી લેણું તુર્ત જ ભરપાઈ કરી બંધ કરાવવી જરૂરી છે. અન્યથા નિયમનુસાર દંડ વ્યાજ સાથે વેરો ભરવા પાત્ર થાય છે. માટે વ્યવસાય બંધ થયેથી વ્યવસાય બંધ કર્યા અંગેનું સોગંધનામું રજુ કરી પેઢી / દુકાન બંધ થયા અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું
- હવેથી વ્યવસાય વેરો ઓન લાઈન પણ ભરી શકાય છે. જે માટે નીચે જણાવેલ વેબ સાઈટ ઉપર જઈ ભરી શકાશે.
- https://enagar.gujarat.gov.in/DIGIGOV વેબ સાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ Quick pay નામ ના ઓપ્શન ઉપર ક્લિક કરી Professional Tax Payment ઉપર ક્લિક કરી ULB નું નામ માં નડીઆદનગરપાલિકા સિલેક્ટ કરી Professional Tax Number (PEN06100 થી શરૂ થાય છે એ) નાખવાનો રહેશે.
- ત્યારબાદ કેપ્શનમાં જણાવેલ અંક નાંખી SEARCH બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આપની વિગતો ચકાસી આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેલ આઈડી નાંખી MAKE PAYMENT બટન ઉપર ક્લિક કરી આપનું બાકી લેણું ચૂકતે કરી શકશો. વેરો ભર્યા અંગેની પાવતી પણ આપના ઈ-મેલ આઈડી ઉપર રીસીવ થઈ જશે. તથા આપના મોબાઈલ ઉપર એસ.એમ.એસ. પણ મળી જશે.
- Schedule – 1 See section – 3 and section – 5 (3) , 2,50,000/- વાર્ષિક ટર્ન ઓવર હોય તો 2,500/- ભરવા પાત્ર થાય છે.
“આવો આપણે સૌ વ્યવસાય વેરો ભરી નડીઆદશહેરના વિકાસમાં ભાગીદાર થઈએ”
તથા મારૂ નડીઆદઆગવું નડીઆદએવી ઓળખ પ્રસ્થાપિત કરીએ