એમ્બ્યુલન્સ સેવા
નડીઆદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ધ્વારા હાલમાં કાર્યરત એમ્બ્યુલન્સ સેવા નડીઆદ નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૦૦/- (એક ફેરાના) લેવામાં આવે છે. તેમજ નડીઆદ નગરપાલિકા હદ વિસ્તાર બહાર ૧.કી.મી. દીઠ નોન એસી રૂ.૮.૦૦ તેમજ એસી રૂ.૧,૦૦૦ લઈને સેવા પૂરી પાડવામાં આવે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ વ્હીકલ
નડીઆદ નગરપાલિકાના સેનેટરી વિભાગ ધ્વારા નડીઆદ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન ટ્રીપર / ટ્રેક્ટર મારફતે કરવામાં આવે છે. તેમજ શહેરના જાહેર માર્ગ પર નિયમિત સફાઈ કરવામાં આવે છે.
મૃત પશુઓ – મૃત પશુઓની ફરિયાદ આવે ત્યારે શક્ય હોય તેટલી વહેલી તકે મૃત પશુઓને ખસેડવાની તજવીજ કરવામાં આવે છે.
અગ્નિશામક સેવા
નડીઆદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ધ્વારા આગ અને અકસ્માત સમયે ફોન નંબર (૦૨૬૮) ૨૫૬૪૪૦૧ અથવા ૧૦૧ ઉપર માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે. તદઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગમાં રૂબરૂ આવી માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે. કોઈ ફોર્મમાં અરજી કરવાની હોતી નથી.
પીવાના પાણીની ટેન્કર
નડીઆદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ધ્વારા પાણીની સુવિધા માટે નડીઆદ નગરપાલિકા વિસ્તારમાં ઘર વપરાશ માટે પાણીના ટેન્કર સુવિધા માટે રૂ.૩૦૦/- તેમજ અન્ય વપરાશ (કોમર્શીયલ) માટે રૂ.૪૦૦/- લઈને સેવા પૂરી પાડવામાં આવે છે.