ગુમાસ્તધારા લાયસન્સ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે
નડીઆદ નગરપાલિકા
ગુમાસ્તધારા લાયસન્સ માટે – (ગુજરાતી તથા અંગ્રેજીમાં ફોર્મ ભરવુ)
(રહેણાકમાં ગુમાસ્તધારા લાયસન્સ મળવા પાત્ર નથી.)
- A તથા D ગુમાસ્તધારાફોર્મ – નડીઆદ નગરપાલિકા કચેરીએથી મળવા પાત્ર છે.
- ચાલુ વર્ષ દુકાનનો વેરો ભર્યાની પાવતીની ઝેરોક્ષ
- વ્યવસાય શરુ કર્યાનો પુરાવો – ખરીદી બીલ, વીઝીટીંગ કાર્ડ
- દુકાનની ભાડાકરાર (નોટરી સાથે)
- રબ્બર સ્ટેમ્પ – સિક્કો પ્રોપરાઈટર / પાર્ટનર
- ભાગીદારી લેખની ઝેરોક્ષ
- અરજદારનુ ચુટણી કાર્ડ / આધારકાર્ડ
દુકાન / વ્યાપારી પેઢી, વ્યાપારી સંસ્થાએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન નહી કરનારના સામે ધી બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટા એક્ટ હેઠળ કોરમાં કેસ થઇ શકે છે.
ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવો કોર્ટ કેસથી બચો.
ઉપરની હકીકત સાથે બપોરે ૧૨:૦૦ કલાકે ગુમાસ્તધારા ઇન્સ્પેક્ટરને નગરપાલિકા કચેરીએ મળવું. અરજદારે A તથા D ફોર્મમાં ઓફીસ, ઘર તથા મોબાઈલ નંબર અવશ્ય લખવો A તથા D ફોર્મ તથા વિઝીટબુક સ્ટેશનરી દુકાનેથી મેળવી લેવી.
જો આપની સંસ્થામા નોકરી કરતા માણસો હોય તો તેનું લીસ્ટ, હોદો અને કુલ પગાર સાથેનું લીસ્ટ આપવું ફરજીયાત છે.
માલિકીની દુકાન
- બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- ચાલુ સાલની ટેક્ષની પહોચ
- દસ્તાવેજ / ઇન્ડેક્ષની નકલ / સીટી સર્વેની નકલ
- લાઈટ બીલની ઝેરોક્ષ
- ૫૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સમંતિ (નોટરી સાથે)
- ભાગીદારી પેઢી ભાગીદારી હોય તો
- આધારકાર્ડ
- વ્યવસાય વેરાની ચાલુ સાલની પહોચ
ભાડાની દુકાન
- બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- ચાલુ સાલની ટેક્ષની પહોચ
- દસ્તાવેજ / ઇન્ડેક્ષની નકલ / સીટી સર્વેની નકલ
- લાઈટ બીલની ઝેરોક્ષ
- ભાડા કરાર (નોટરી સાથે)
- પાનકાર્ડ ઝેરોક્ષ
- આધારકાર્ડ ઝેરોક્ષ
- વ્યવસાય વેરાની ચાલુ સાલની પહોચ
પ્રાઈવેટ લીમીટેડ / પબ્લિક લીમીટેડ
- કંપની મેમોરેન્ડમ કોપી
- કંપની પાનકાર્ડ
- કંપની ડાયરેક્ટર લીસ્ટ
- મેનેજરનો ઓથોરીટી લેટર
- મેનેજરનું આધાર કાર્ડ
- કંપની રબ્બર સ્ટેમ્પ
- મેનેજરનો એક ફોટો
અરજદારે ઓનલાઈન અરજી કરવા માટે https://enagar.gujarat.gov.in/DIGIGOV/