લગ્ન નોધણી માટે વર કન્યા એ રજુ કરવાના પેપર
- લગ્ન યાદી (બે નકલમાં)
- વર-કન્યાની ઉંમરનું પ્રમાણપત્ર-(સ્કુલ લીવીંગ સર્ટી.પ્રમાણિત નકલ સહી સાથે.)
- વર-કન્યાની લગ્ન પત્રિકા ઓરીજીનલ
- વર-કન્યાની લગ્ન પત્રિકા ન હોય તો રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર વર કન્યાએ સોગંધનામું રજુ કરવાનું રહેશે.
- વર-કન્યાના ઓળખના પુરાવા (આધારકાર્ડ, પાસપોર્ટ અથવા રેશનકાર્ડની પ્રમાણિત નકલ સહી સાથે.)
- લગ્નવિધિ સમયનો વર કન્યા સ્પષ્ટ જોઈ શકાય તેવો ૪””×૬”” સાઈઝનો ફોટોગ્રાફ્સ
- વિધિ કરાવનાર બ્રાહ્મણ / કાઝી / ફાધરનું રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સોગંધનામું તેમજ સહી સાથેનું ફોટાવાળું આઇકાર્ડ રજુ કરવાનું રહેશે.
- સાક્ષીના ઓળખના પુરાવારૂપે આધારકાર્ડ / પાસપોર્ટ / ચુંટણીકાર્ડની પ્રમાણિત સહી સાથે નકલ તથા રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સાક્ષીઓનું સોગંધનામું રજુ કરવાનું રહેશે.
- લગ્ન થયેલ વાડી / પાર્ટી પ્લોટનું પ્રમાણપત્ર (ઓરીજીનલ) / જો ઘરે લગ્ન કરેલ હોય તો તેનો પુરાવો રજુ કરવો.
- ગુજરાતની બહાર અન્ય રાજ્યના અરજદારોએ ટી.સી. રજુ કરવાનું રહેશે. તેમજ દેશની બહાર અન્ય દેશમાં વસતા અરજદારોએ માગ્યા મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- જે અરજદારોના છુટાછેડા થયેલ હોઈ તેઓએ કોર્ટ ઓર્ડર ફરજીયાત મુકવાનો રહેશે. તેમજ જે અરજદાર વિધુર કે વિધવા હોય તેઓએ મરણનો દાખલો રજુ કરવાનો રહેશે.
- લગ્ન યાદી ફોર્મ સ્પષ્ટ અક્ષરે વંચાય તે રીતે કાળી પેનથી ભરવાનું રહેશે તેમજ તે ફોર્મમાં રૂ.૧૦૦/- ના ૪ નંગ એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવાના રહેશે.